મોરબીમાં મજાક બની મોત! પૂંઠના ભાગે એર કમ્પ્રેશનની નળીથી હવા ભરી દેવાતા શ્રમિકનું મોત

મોરબી : મોરબીન ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કપડા ઉપર લાગેલ ધૂળ ખંખેરવા માટે બે શ્રમિક એર કમ્પ્રેશનની નળીથી ધૂળ ઉડાડતા હતા ત્યારે મજાક મજાકમાં એક શ્રમિકે અન્ય શ્રમિકના પૂંઠના ભાગે નળીથી હવા ભરી દેતા ઝારખંડના વતની શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો: વિવાદીત મજાક બાદ ધરપકડના ડરે રણવીર અલાહબાદિયા સુપ્રીમ કોર્ટના શરણે
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ રોક ગ્રેનાઈટો સિરામિક ફેકટરીના ગ્લેઝ લાઇન વિભાગ પાસે મૂળ ઝારખંડ રાજ્યનો વતની શકલુકુમાર બંધુ ગંજુ ઉ.25 અને કુંદન નામનો શ્રમિક એક બીજાના કપડા સાફ કરવા માટે એર કમ્પ્રેશનની નળીથી કપડા ઉપર લાગેલી ધૂળ ખંખેરતા હતા ત્યારે કુંદને મજાક મસ્તીમાં નળી શકલુંકુમારના પૂંઠના ભાગે ઘુસાવી દેતા શકલુંકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.