મોરબી

માત્ર શ્વાન નહીં નોળિયો કરડે તો પણ ઉપડે છે હડકવા, મોરબીમાં વૃદ્ધાનું મોત…

અમદાવાદઃ શ્વાન કરડતા હડકવા ઉપડે અને વ્યક્તિનું મોત થાય તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ મોરબીમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં એક 70 વર્ષીય વૃદ્ધા નોળિયો કરડવાની મૃત્યુ પામ્યા હોવાનું પ્રકાશમાં આવતા ચર્ચાઓ થઈ રહી છે.
અહીંના માળિયા મિયાણાના મોટાભેલા ગામમાં રહેતા 70 વર્ષીય જશુબેન ખીંટનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ વૃદ્ધાને છ મહિના પહેલા પગમાં નોળિયા જેવું પ્રાણી કરડી ગયું હતું. ત્યારબાદ ત્રણેક દિવસથી તેને હડકવાના લક્ષણો ઉપડ્યા હતા. તેમને મોરબી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

70 વર્ષનાં જશુબેનને છએક મહિના પહેલા પોતાના ફળિયામાં કામ કરતા સમયે નોળિયા જેવું કોઈ પ્રાણી કરડી ગયું હતુ. આ વાતને જોકે છ મહિના વીતી ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તેમનાંમા હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. તેમને સારવાર માટે મોરબી સિવિલ હૉસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button