મોરબીમાં વ્યાજખોરે યુવાનને ઓફિસે બોલાવી વધુ રૂપિયાની માંગણી કરી માર માર્યો
મોરબીઃ મોરબીના રવાપર પર હોથલ ફાઈનાન્સની ઓફિસ પર યુવાનને વ્યાજે રૂપિયા આપીને ઓફીસ બોલાવી વધુ વ્યાજના રૂપિયાની માંગણી કરી માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે
આ પણ વાંચો: મોરબીમાં યુવક પાસેથી લાખોની રોકડ, મોબાઈલ-બુલેટ પડાવી લેનાર ત્રણ ઝડપાયા
મોરબીના શનાળા રોડ પર ધરતી એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામીએ મોરબીએ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી શિવમ રબારી પાસેથી ચિરાગે વ્યાજે રૂપિયા લીધેલ હોય જે માટે ચિરાગભાઈને વાત કરવા માટે મોરબી રવાપર રોડ પર શિવમ રબારીની હોથલ ફાઈનાન્સની ઓફિસે બોલાવ્યો હતો.
આ પણ વાંચો: મોરબીમાં રસ્તાના અધૂરા કામને પૂરું કરવા સ્થાનિકોએ કર્યું ‘ચક્કાજામ’: ‘કમિશન’નો આરોપ,
ત્યાં ચિરાગ પાસેથી વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી ઓફિસે હાજર આરોપી શિવમ રબારી, હીરાભાઈ રબારી અને ત્રણ અજાણ્યા ઇસમોએ મળી ચિરાગને માર મારી ઈજા કરી શિવમ રબારી તથા હીરાભાઈ રબારીએ ગાલ પર ફડાકા મારી આરોપી શિવમ રબારી એ લાકડી વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ફરિયાદ મોરબીએ ડિવિઝન પોલીસમાં નોંધાવી છે.