કંપનીએ ધંધો કરવો હોય તો જમીન ભાડે લો કે ખરીદો: વીજ લાઇન મુદ્દે કલેક્ટર સામે પાલ આંબલિયાની ધારદાર દલીલો

મોરબી: હાલ ગુજરાતમાં વીજ કંપનીઓમાં વીજળીના તાર નાખવા મુદ્દે વિરોધના સૂર ઉઠયા છે. વીજ કંપનીની દાદાગીરીને કારણે જેતપુર તલઉકના એક ખેડૂતનું હાર્ટ અટેકથી નિધન થયું હોવાના અહેવાલ છે. ત્યારે આ મુદ્દે મોરબી જિલ્લામાં નાખવામાં આવી રહેલી વીજ લાઇનના વિરોધમાં કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ મોરબી કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન તેમણે જિલ્લા કલેકટર સામે ધારદાર દલીલ રજૂઆત કરી હતી.
કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ મોરબી જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે, જિલ્લા કલેકટર દ્વારાઆ ખેડૂતોને જે નોટિસ પાઠવામાં આવે છે તેનું વળતર તમે પરિપત્ર મુજબ નક્કી કરો છો, જ્યારે નોટિસમાં પ્રવર્તમાન કાયદાનો ઉલ્લેખ કરો છો. તેમા જંત્રી કે વાણિજ્ય ભાવનો ઉલ્લેખ નથી. તેમણે દલીલ કરી હતી કે જ્યાં થાંભલો નાખવામાં આવે છે તે જમીન પર ન તો ઢાળિયું, બગીચો, બિનખેતી કરાવી શકતો નથી. આથી તેનું ઘણું નુકસાન ખડૂતે ભોગવવાનો વારો આવે છે. આથી તેનું નુકસાન ખેડૂતને મળવું જોઈએ.
પાલ આંબલીયાએ દલીલ કરતાં કહ્યું હતું કે, કંપનીઓ ધંધો કરે છે, અને બંધારણ મુજબ મને મિલકત ધારણ કરવાનો અધિકાર છે. જો કંપનીએ ધંધો કરવા માટે ખેડૂતની જમીન જોતી હોય તો ભાડે લેવી અથવા વેચાતી ખરીદવી પડે. કંપનીએ ધંધો કરવો અને તેના ધંધા માટે 25 વર્ષ સુધી ખેતરમાં થાંભલા ખોડવાની રાષ્ટ્રસેવા ખેડૂતો નહિ કરી શકે. તેમણે સરકારની આ નીતિને ઉદ્યોગ સેવા ગણાવી હતી. તેમણે માંગ કરી હતી કે થાંભલો કે તાણિયો નાખવા માટે કંપની જે જમીનનો ઉપયોગ કરે છે તેના માટે વપરાશી જમીન લેવી જોઈએ.
દ્વારકા, જામનગર અને કચ્છમાં ગુજરાતની જરૂરિયાતથી 8-10 ગણી વીજળી ઉત્પન્ન થશે, જે જમ્મુ-કાશ્મીરથી તેલંગાણા સુધી વેચાશે.
— Gujarat Congress (@INCGujarat) January 13, 2026
આ વીજળી પહોંચાડવા માટે ખેડૂતોના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઈનો પસાર થશે, પરંતુ કાયદા મુજબ ખેડૂતોને આપમેળે વળતર મળતું નથી.
વળતર ત્યારે જ મળે, જ્યારે ખેડૂત જાગૃત હોય,… pic.twitter.com/dF9NyyKbZ4
તેમણે કહ્યું હતું કે, સરકાર કોરિડોર માટે જે જમીનની મંજૂરી આપી છે ત્યાં પહોંચવા માટે ખેડૂતના અંગત રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના ઉપયોગ માટે કંપનીએ ખેડૂત પાસેથી વપરાશી હક લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે કંપનીએ આવી રીતે તો અનેક કાયદાનો ભંગ કર્યો છે પરંતુ પોલીસ તરફથી કંપનીને રક્ષણ આપવામાં આવે છે જ્યારે ખેડૂત જો થોડો પણ વિરોધ કરે તો ખેડૂતને પકડી જવામાં આવે છે. તેમણે માંગ કરી હતી કે ખેડૂતને 20 દિવસનો સમય આપવામાં આવે, જેથી આગામી સમયમાં તેઓ કંપનીને કાયદાકીય લડત આપી શકે.

ગોપાલ ઇટાલિયાએ પણ કર્યા હતા મુદ્દા
આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીર્દી શરૂ કરી છે. ગમે ત્યાંથી, ગમે ત્યારે અને ગમે તેમ લાઈનો નીકળે છે, કોઈ પૂછવાવાળું નથી કે કાયદો નિયમ કશું જ નથી. ભાજપની સરકાર, સરકારી માણસો અને કંપનીના માણસોએ મળીને એક ગેંગ બનાવીને ગુજરાતના 800 જેટલા ગામડાઓના ખેતરને ચૂંથી નાખવાનું કાર્યું કર્યું છે. તેમણે આક્ષેપ કરીને ખેતરના શેઢે નાખવાને બદલે ખેતરમાં વચ્ચોવચ્ચ જ દાદાગીરીથી થાંભલા નાખવામાં આવે છે.
આ થાંભલા નાખવાથી ખેડૂતને આજીવન સમસ્યા પેદા થાય છે. ખેતરમાં સરકારી થાંભલો આવે કે ખાનગી કંપનીનો થાંભલો આવે છે તો જમીનની કિંમત ઘટી જાય છે, તે જમીનને બિનખેતી કરાવી શકાતી નથી. જમીનના ભાગ પાડવાના સમયે પણ પારિવારિક વિવાદ ઊભા થાય છે. તેમણે માંગ કરી હતી કે આવી દાદાગીરી બંધ ઠવાઈ જોઈએ અને તેને બદલે સરકારે કે કંપનીએ થાંભલા નાખવા જેટલી જમીન વેચાતી લઈ લેવી જોઈએ અને ત્યાં દીવાલ ઊભી કરી દેવી જોઈએ. ખેડૂતને પોસાય તે ભાવે તે જમીન વેચશે અને સરકાર અને કંપની ખરીદશે.
આ બાબતે તેમણે વહીવટીતંત્ર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ ખેડૂત થાંભલા નાખવાનો વિરોધ કરે છે ત્યારે કલેકટર તેમજ એડિશનલ કલેકટર દ્વારા એવી વાત કહેવામાં આવે છે કે તમારા ઘરે ક્યાંથી વીજળી આવે છે, એ પણ કોઈના ખેતરમાંથી આવે છે. તેમણે કહ્યું હતું કે કલેક્ટરોને તેના ઘર પર થાંભલા નખાવી દો. સરકારી જમીન પર થાંભલા નાખો, તેમણે કહ્યું હતું કે ગામ લોકોએ સાથે મળીને કંપનીની દાદાગીરીનો વિરોધ ક્કરવો જોઈએ.
આપણ વાંચો: પ્રજાના નાણાનો વેડફાટ, જૂનાગઢ મનપાએ વીજબિલ મોડું ભરતા દંડ ફટકાર્યો



