મોરબી

ગુજરાતમાં મોરબીમાં લિવ ઈન પાર્ટનર છોડી જતા યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત…

મોરબી: મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવક અને મહિલા મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલા પોતાના ઘરે ગઈ હતી.

જે બાદ પરત ન ફરતા યુવાનને લાગી આવ્યું હતું. જેથી યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.મળતી વિગતો મુજબ, મૃતક યુવાનનું નામ હિતેશ મનસુખભાઈ ધમાલ (ઉંમર 26) છે. તેમણે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મહિલા સાથે સંપર્ક થયો હતો

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હિતેશનો ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મહિલા સાથે સંપર્ક થયો હતો. આ પરિચય ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યારબાદ આ મહિલા મૈત્રી કરાર કરીને છેલ્લા ત્રણ મહિનાથી હિતેશ સાથે તેમના ઘરે રહેતી હતી.

વીડિયો પણ વાયરલ થયો

થોડા સમય પહેલા આ મહિલા પોતાના ઘરે પરત ફરી હતી અને ત્યારથી તે પાછી આવી ન હતી. આ બાબતે યુવાનને લાગી આવ્યું હતું. જેથી યુવકે તે યુવતીને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં જ યુવકે લાઈવ સુસાઈડ કર્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…બહારથી તાળું મારી ઝૂંપડીને આગ ચાંપી! લિવ-ઈન પાર્ટનર્સને જીવતા સળગાવ્યા, પોલીસ પણ ચોંકી ઉઠી!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button