Gujarat ના વાંકાનેરમાં દુષ્કર્મના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી…

અમદાવાદ : ગુજરાતના(Gujarat)મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Also read : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને કોર્ટે આપી મોટી રાહત…
આરોપી છુપાયો હોવાની બાતમી મળી હતી
જેમાં મળતી વિગતો મુજબ રાજ્યમાં પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લા પોલીસ પણ આ કામગીરીમાં વ્યસ્ત હતી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2019 માં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી છુપાયો હોવાની બાતમી મળી હતી.
Also read : Gujarat નું સહકાર મોડેલ સફળ, સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂપિયા 6500 કરોડનો વધારો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો
આ કેસના આરોપી અજય ગીધારભાઈ બારીક, મૂળ રહેવાસી બાળેશ્વર ઓરિસ્સા. જે હાલ ઢુવા માટેલ રોડ પર ટોરીસ બાથવેર સિરામિક કારખાનામાં હોવાની બાતમી મળી હતી. તેની બાદ પોલીસની ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી અજય બારીક મળી આવ્યો હતો. પોલીસે આ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.