મોરબી

Morbi ના માળીયામાં પોલીસ પર હુમલો કરનાર વ્યકિતના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવાયુ

અમદાવાદ : ગુજરાતના મોરબી(Morbi)જિલ્લામાં માળિયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરનારા બુટલેગરના ભાઈના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં ઘટનાની વિગત મુજબ બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર 4 માર્ચના રોજ બુટલેગરના ભાઈ સહિત 10 લોકોએ હુમલો કર્યો હતો. જેમાં 6 પોલીસ જવાનને નાની મોટી ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો: દ્રારકાધીશના દર્શને જતી શ્રદ્ધાળુઓની બસ મોરબી નજીક પલટી, 16 ઘાયલ

સરકારી જમીન પર કબજો કરી મકાન બનાવી નાખ્યું

જેની બાદ પોલીસે આ હુમલામાં સંડોવાયેલા મહિલાઓ સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી નવ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં કુખ્યાત બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી બુટલેગરના ભાઈ રફીક હાજીએ સરકારી જમીન પર કબજો કરી મકાન બનાવી નાખ્યું હતું. જે મામલે તંત્ર દ્વારા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી અને આજે રેવન્યુ વિભાગ તેમજ પોલીસ વિભાગ તોડી પાડ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબામાં ખડકી દીધેલ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને દબાણ દુર કરાયું હતું

સરકારી જમીનમાં મકાન બનાવ્યું હતું : પોલીસ

ઉલ્લેખનીય છે કે, માળિયા તાલુકાના ખીરઈ ગામે પોલીસ ટીમ દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે બુટલેગરને ઝડપી લેતા ધરપકડથી બચવા બુટલેગર અને પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. તેની બાદ પોલીસે કોમ્બિંગ દરમિયાન દારૂ સહિતનો મુદામાલ અને હથિયારો જપ્ત કર્યા હતા અને આ મકાન સરકારી જમીન પર બનેલું હોવાની માહિતી મળી હતી. જેથી નોટીસ આપી આજે જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું.

નોટીસ આપી મકાન તોડી પાડવામાં આવ્યું

આ અંગે માળિયા મામલતદાર એચ. સી. પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે સર્વે નં 192 ની સરકારી ખરાબાની જમીનમાં રફીક હાજીએ 800 થી 900 ચોરસ મીટર જગ્યા પર દબાણ કરી મકાન બનાવ્યું હતું જે અંગે અગાઉ નોટીસ આપી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડી પાડવામાં આવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button