મોરબી માટે સારા સમાચાર: મચ્છુ-1 ડેમ છલકાયો, અન્ય 4 ડેમ પણ હાઈ એલર્ટ પર

મોરબી: જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો મચ્છુ-1 ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો હતો. ડેમ સંપૂર્ણપણે ભરાઈ વધારાનું 623 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ હોય લોકોને સાવચેત કરાયા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા હતા. ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 24 ગામો, જેમાં ખાસ કરીને જાલસિકા, મહિકા અને ગરિયા નો સમાવેશ થાય છે, તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ગ્રામજનોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે મોરબી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. મોરબી 2 ડેમમાં 3030 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, તેનો જળસંગ્રહ 74.00 ટકાની સપાટીએ પહોંચ્યો હતો. ઘોડાધ્રોઇ ડેમ 100 ટકા ભરાય જતાં હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યો હતો. હળવદ તાલુકામો બ્રાહ્મણી ડેમ 97.89 ટકા અને ટંકારાનો ડેમી 2 ડેમ 94.56 ટકા ભરાય જતાં હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો હતો. તે ઉપરાંત મોરબી તાલુકાનો મચ્છુ 3 ડેમ 85.11 ટકા, ટંકારા તાલુકાનો ડેમી 3 ડેમ 81 ટકા જેટલો ભરાય જતાં એલર્ટ પર મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…મોરબી પોલીસે દેવીપૂજક સમાજની ત્રણ સગીર દીકરીઓને ઢોર માર્યો? પરિવારે કર્યાં ગંભીર આક્ષેપો…