મોરબી

મોરબી: ‘અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી’, ઘર્ષણ બાદ RTO અધિકારીનું નિવેદન

તાલુકા પોલીસને ટ્રક ચાલક અને RTO બન્નેની અરજીઓ મળી : તપાસનો ધમધમાટ

Morbi News: મોરબીના ટીંબડીના પાટિયા પાસે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા. આ અંગે RTO અધિકારીએ કોઈકે દારૂની બોટલ ગાડીમાં મૂકી દીધું હોવાનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ

સહાયક મોટરવાહન નિરીક્ષક અપૂર્વ પટેલે જણાવ્યું કે અમે ઓવરલોડ વાહન લઈને આવતા હતા ત્યારે વાહનચાલકે ગાડી રોકાવી તેના જાણીતા ટ્રાન્સપોર્ટરોને એકઠા કર્યા હતા. અંદાજે 200થી 250 લોકોનું ટોળું એકત્ર કરી ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારી વાહનને રોકી દીધું હતું. ટોળામાંથી કોઈએ દારૂની બોટલ અંદર મૂકી દીધી હતી. અમારી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો કે અમે દારૂ પીધેલા છીએ. અમે મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ. અમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. એક ઓવરલોડ વાહન છોડાવવા બીજા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા.આ મામલે તાલુકા પીઆઇ એન.આર. મકવાણાએ જણાવ્યું કે બન્નેની અરજી લીધેલી છે. તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે ઘરે આવી પત્નીને ઝીંક્યા ફડાકા

ટ્રક ચાલકોએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે અધિકારીઓ દારૂ પીધેલા હતા. ખોટી રીતે હેરાન કરતા હતા. જયારે આરટીઓ અધિકારીએ અરજીમાં જણાવ્યું છે કે ફરજમાં રૂકાવટ કરી છે. દારૂની બોટલ બીજા કોઈએ ગાડીમાં મૂકી દીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button