મોરબી
મોરબીમાં માથાભારે ઇસમ અને બુટલેગરને પાસા હેઠળ જેલ ધકેલ્યા

Morbi News: મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા બંને આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ થયા હતા જેને પગલે એ ડીવીઝન પોલીસ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા માથાભારે શખ્શ વિશાલ વેલજીભાઈ આલ (ઉ.વ.૨૪) રહે શકત શનાળા તા. મોરબીને સુરત જેલ તેમજ પ્રોહીબીશન બુટલેગર જુબેર બસ્સીર સમા (ઉ.વ.૨૫) રહે આજીડેમ ચોકડી પાસે રાજકોટ વાળાને વડોદરા જેલ ધકેલવામાં આવ્યા છે.