નવનિર્માણ આંદોલનના ૫૦ વર્ષ પૂર્ણ, ABVP મોરબીએ કર્યું પોસ્ટર વિમોચન | મુંબઈ સમાચાર
મોરબી

નવનિર્માણ આંદોલનના ૫૦ વર્ષ પૂર્ણ, ABVP મોરબીએ કર્યું પોસ્ટર વિમોચન

મોરબીઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. જેને લઇને અગામી 20 ડિસેમ્બરે L.E કૉલેજ ખાતે છાત્ર ગર્જનાનો કાર્યક્રમ થશે અને ત્યાર બાદ છાત્ર શક્તિ યાત્રાના રથનું શુભારંભ થશે. જે મોરબીના તમામ કૉલેજ કેમ્પસ તથા સૌરાષ્ટ્ર કચ્છ ના કૉલેજ કેમ્પસમાં રથ જશે. આ કાર્યક્રમમા ABVP ના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે. જેનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.

Back to top button