મહિલા PSI-ઈટાલીયાની બોલાચાલીના વિડિયોમાં અભદ્ર ટીપ્પણી કરવી ભારે પડી; પોલીસે પાંચ લોકોને ઝડપ્યા

જૂનાગઢ: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ થોડા દિવસ પહેલા વિસાવદરના ગામડાઓમાં રાશનની દુકાનો પર થતા ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો હતો. સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ઓછું આપવામાં આવે છે તેમજ ગરીબોના ભાગનું અનાજ બારોબાર વેચી દેવામાં આવતો હોવાનો આરોપ મુક્યો હતો. આ મુદ્દે વિસાવદર પોલીસ મથકની બહાર ગોપાલ ઈટાલીયા અને મહિલા પીએસઆઈ વચ્ચે બોલાચાલી થઇ હતી, જેમાના વાઈરલ થયેલા વિડિયો પર અભદ્ર ટીપ્પણી કરનારા પાંચ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ થોડા દિવસ પહેલા વિસાવદરના ગામડાઓમાં રાશનની દુકાનો પર થતા ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો હતો. ગોપાલ ઈટાલીયાએ આરોપ કર્યો હતો કે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ઓછું આપવામાં આવે છે તેમજ ગરીબોના ભાગનું અનાજ બારોબાર વેચી દેવામાં આવે છે. આ દરમિયાન વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગોપાલ ઈટાલીયા અને તેના સમર્થકો વિરોધમાં બેસી ગયા હતા.
આ દરમિયાન પોલીસના અધિકારીઓ અમે ગોપાલ ઈટાલીયા વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જો કે આ વિડિયોમાં અભદ્ર ટીપ્પણી કરનારા પાંચ લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી અને પાંચે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ પાંચે આરોપીઓની રાજકોટ, સુરત, અમદાવાદ અને જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર મુદ્દો વિસાવદર તાલુકાના મોટી પીંડાખાય, માંગનાથ પીપળી અને કાકચીયાળા સહીત ગામોની સસ્તા અનાજની દુકાનોમાં થઇ રહેલા કથિત ભ્રષ્ટાચારનો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સસ્તા અનાજની દુકાનોમાં અનાજના થઈ રહેલાં કાળાં બજાર મામલે વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે જ તેઓ વિસાવદર પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી ગયા હતા અને આથી તેમને સમજાવવા માટે મેંદરડાનાં મહિલા PSI એસ.એન. સોનારા સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. તેની સામે ઈટાલીયાએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવા માંગ કરી હતી, જો કે પોલીસે આ મુદ્દો પુરવઠા વિભાગનો હોવાનું જણાવ્યું હતું. જેને લઈને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આપણ વાંચો: ખુદના જીવના જોખમે! ગાંધીનગરના પોલીસકર્મીએ કેનાલમાં કૂદીને આપઘાત કરવા આવેલા પ્રેમી યુગલને બચાવ્યા