જૂનાગઢ

માંડાવડ ખાતે છેડતીનો મામલો ગરમાયો, આપના વિધાનસભ્ય પોલીસના પગે પડી ગયા…

અમદાવાદઃ વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે કથિત હુમલા અને છેડતીની ઘટનાએ રાજનીતિમાં અલગ ગરમાવો લાવી દીધો છે. અહીંના મગફળી ખરીદ કેન્દ્રમાં સાવલિયા અને શ્રમિક પરિવાર વચ્ચેના ઘર્ષણ બાદ આ મામલાએ રાજનૈતિક રંગ પકડી લીધો હતો.

પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા આજે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ત્રણેય નેતાઓને હારતોળા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા પીઆઈ અને ઈટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઈટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા. મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યકત કરી હતી અને ઘટનાસ્થળેથી જતા રહ્યા હતા.

પોલીસે ચારેય જણને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આપના નેતાઓએ તેમને હારતોરા પહેરાવી પોલીસ સ્ટેશન બહાર જમાવડો કર્યો હતો. આ દરમિયાન મહિલા પોલીસ અધિકારી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે દલીલો થઈ હતી. આ દરમિયાન છેડતી ક્યારે અને કઈ રીતે થઈ તેવા સવાલનો જવાબ માગતા ઈટાલિયા મહિલા અધિકારીના પગે પડી ગયા હતા. મહિલા અધિકારી નારાજ થઈ ત્યાંથી ચાલ્યા ગયા હતાં.

ઈટાલિયાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી ઈરાદાપૂર્વક એટ્રોસિટીનો કેસ ઠોકી બેસાડયો હોવાનો દાવો કર્યો હતો. જોકે આરોપો હોવા છતાં કાર્યકર્તાઓને વાજતેગાજતે પોલીસ સ્ટેશન લઈ જવાના આપના વલણ સામે પણ લોકોએ સવાલો કર્યા હતા.

આ પણ વાંચો…ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ કર્યો ખુલાસો, શા માટે કહ્યું હતું આ કાર્ય?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button