ગિરનારના ગઢ પર વિજય: ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકો વચ્ચે જામ્યો જંગ, ગુજરાત અને UPનો દબદબો!

જૂનાગઢ: ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં ગઇકાલે જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં દેશના ૧૨ રાજ્યોના ૫૧૬ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૨.૧૪ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ગુજરાતના વસાવા અનિલે ૫૮.૧૬ મિનિટમા, જયારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે ૩૭.૨૦ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની બંદના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ૬૦.૫૨ મીનીટ ના સમય સાથે ગુજરાતના દિવાકર રાજભરે પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.

જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે ઉતરપ્રદેશની નેહા મીશ્રાએ ૩૮.૫૫ મીનીટમા ,ત્રીજા ક્રમે ગુજરાતના વેગડ કાજલ એ ૩૯.૨૬ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના વસાવા ઈનેશ એ ૫૯.૧૬ મીનીટ સાથે, ત્રીજા ક્રમે દીવના વીજ્ઞનેશ ચીમનલાલએ ૬૦.૧૯ મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના કઠેસીયા અસ્મીતા ૩૭.૩૬ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના સોલંકી કાજલ ૩૮.૭ મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના વીમલ વણઝારા ૬૪.૧૦ મીનીટ સાથે ,ત્રીજા ક્રમે ઉતરપ્રદેશના અંકુરભાઈ એ ૬૫.૧૯ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
જો કે આ દરમિયાન સ્પર્ધામાં ડોપિંગની ફરિયાદો થતા ખળભળાટ મચ્યો હતો. અમુક મહિલા સ્પર્ધકોમાં હમોગ્લોબિનનું પ્રમાણ 21 જેટલું આવતા વિવાદ થયો હતો. હરિયાણાની એક સ્પર્ધકે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય રીતે યુવતીઓમાં હિમોગ્લોબિનનું સ્તર 12થી 16 હોવું જોઈએ, પરંતુ અહીં અમુક સ્પર્ધકોનું સ્તર 21 સુધી જોવા મળે છે, જે કુદરતી નથી. એવો આક્ષેપ પણ થયો હતો કે આ પ્રકારની નશાકારક દવાઓને લીધે કારણે ખેલાડીઓને થાક કે શ્વાસ ચડતો નથી.
આપણ વાંચો: જીતુ વાઘાણીને રોડે ચડાવવા કોળી સમાજના કયા આગેવાને માતાજીના સોગંધ આપ્યા?



