પરંપરા અકબંધ! કલેક્ટર અને સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી પ્રતીકાત્મક લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો

જૂનાગઢ: દેવઉઠી એકાદશીથી શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે કમોમસી વરસાદની વિઘ્ન નડ્યું છે. કમોસમી વરસાદને કારણે કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કીચડના કારણે પરિક્રમાને સામાન્ય માણસો માટે બંધ રાખવામાં આવી છે. ત્યારે પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાની પરંપરા અકબંધ રાખવામાં આવી છે અને સાધુ સંતોની હાજરીમાં જિલ્લા કલેકટર દ્વારા શ્રીફળ વધેરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, દેવઉઠી એકાદશીથી શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો કારતક સુદ અગિયારસે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રારંભ કરાવ્યો હતો. સાધુ સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી હતી અને કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કીચડના કારણે પરિક્રમાને સામાન્ય માણસો માટે મોકૂફ રાખવામાં આવી છે.
જૂનાગઢમાં પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો કારતક સુદ અગિયારસે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રારંભ કરાવ્યો
— DD News Gujarati (@DDNewsGujarati) November 2, 2025
સાધુ સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરે શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી
કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી… pic.twitter.com/54X7s0uPiQ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે જૂનાગઢમાં લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો હતો અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો હતો. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. કમાસી વરસાદના કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી હોવા છતાં જૂનાગઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદમાં પોક્સો કેસમાં બીજી વખત ગુનો કરનાર આરોપીને કોર્ટે ફટકારી ‘આજીવન કેદ’!



