સૌરાષ્ટ્રમાં જૂનાગઢ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

જૂનાગઢ: ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ તેમજ રાજકોટ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ તેમજ રાજકોટ કલેકટર કચેરીના ઓફિશિયલ ઈ-મેલ આઈડી પર મેલ મળ્યો હતો કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે.

મળતી વિગતો અનુસાર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ અને રાજકોટ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સૌરાષ્ટ્રના મહત્વના શહેરોની બે મોટી સરકારી કચેરીને નિશાન બનાવી ધમકીભર્યા સંદેશા મળતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે.
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બની ધમકી મળતા જ કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી અને પરિસરને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ કોર્ટ સંકુલમાં પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હાલ કોર્ટમાં વકીલો અને અરજદારો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસની જુદી જુદી ટીમો તપાસમાં જોડાઈ છે. હાલ તપાસ એજન્સીઓ આ ધમકી કોના દ્વારા ક્યાંથી આપવામાં તે દિશામાં તપાસ કરી રહી છે.
જો કે બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઇમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે, ગત 11 એપ્રિલના રોજ પણ જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હતી.
આપણ વાંચો: AIમાં ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બનશે, બજેટમાં થઈ મોટી જાહેરાત



