જૂનાગઢ

વિસાવદરમાં AAPના ગંભીર આક્ષેપ: CCTV બંધ કરાયા અને બૂથ કેપ્ચરિંગના દાવા

વિસાવદર: લાંબા રાજકીય ગરમાવા બાદ આજે ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ દરમિયાન વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું છે.

એક કલાકથી પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ

ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના CCTVનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું છે. લાઇવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ વાઘણીયા બૂથ પર ભાજપના કાર્યકરોને નકલી વોટ નાખતા રોકવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

ચારે તરફથી બૂથ કેપ્ચરિંગની ખબરો: ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો પણ શેર કર્યો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિસાવદરના તમામ બૂથની લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરી દેવામાં આવી છે અને ચારે તરફથી બૂથ કેપ્ચરિંગની ખબરો આવી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે વાઘણિયા ગામમાં મતદાન અધિકારીએ રોક્યા તો તેની સાથે મારપીટ કરવામાં આવી. ઉપરાંત, પાંચસોથી આઠસો વોટવાળા નાના ગામોમાં પણ ચારે તરફથી કેપ્ચરિંગની ખબરો આવી રહી છે.

ચૂંટણી પંચે કોના કહેવાથી લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરી?

તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો કે, ECI દ્વારા બૂથની લાઇવ સ્ટ્રીમિંગ બંધ કર્યા બાદ ભાજપના ઉમેદવારે પોતે કરિયા ગામનો બૂથ કેપ્ચર કર્યો અને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી થઈ હતી. ગોપાલ ઇટાલિયાએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, ચૂંટણી પંચે કોના કહેવાથી લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરી? આ આક્ષેપો બાદ વિસાવદર બેઠક પર રાજકીય ગરમાવો વધી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button