જૂનાગઢ

ગણેશ ગોંડલ અને રાજૂ સોલંકી પરિવારો વચ્ચે સમાધાનની અટકળો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ જૂનાગઢ અને ગોંડલના અનુક્રમે રાજૂ સોલંકી અને ગણેશ ગોંડલ પરિવારોમાં સમાધાન થયું હોવાની અટકળોએ જોર પક્ડયું હતું. ગોંડલના જાણીતા રાજકારણી દંપતીના પુત્ર ગણેશ ગોંડલ અને દલિત સમાજના અગ્રણી રાજૂ સોલંકી વચ્ચે મૌખિક સમાધાન થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ ચર્ચાને ત્યારે સમર્થન મળ્યું જ્યારે જૂનાગઢ કોર્ટ પરિસરમાં ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના ભાઈ સાવન ઉર્ફે જવા સોલંકી એકબીજા સાથે ઉષ્માભેર હાથ મિલાવતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ કાયદાકીય જંગમાં નરમાશ આવી હોવાના સંકેતો વહેતા થયા છે.

હકીકતમાં જૂનાગઢના કોર્ટ પરિસરમાં રાજૂ સોલંકીના ભાઈ સાવન સોલંકી અને ગણેશ ગોંડલે એકબીજા સાથે મૈત્રસભર વ્યવહાર કરતા આ ચર્ચા જાગી છે. બન્ને જણ એકબીજા સાથે હાથ મિલાવતા કેમેરામાં કેદ થયા હતા.આ સાથે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં રાજૂ સોલંકી થાકી ગયા હોવાનું કહે છે અને સમાધાન ન કરવાની ઈચ્છા છતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાધાન કરવાની વાત કરે છે.

પોતે સમાજના અમુક લોકો અને તેમના આક્ષેપોથી કંટાળી ગયા હોવાનું પણ તેમણે કથિત ક્લિપમાં જણાવ્યું હતું. આ સાથે પોતે જાડેજા પરિવાર પાસેથી એકપણ રૂપિયો લીધા વિના સમાધાન કરી લીધાની વાત પણ તેમણે કથિત ક્લિપમાં જણાવ્યું હતું. મુંબઈ સમાચાર આ ક્પિલની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો…રાજકુમાર જાટ કેસના આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણઃ ચોંકાવનારા ખુલાસા થઈ શકે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button