રાહુલ ગાંધી અચાનક કેમ આવી રહ્યા છે જૂગાઢના ભવનાથમાંઃ જાણો કારણ

જૂનાગઢઃ મેં મહિનામાં ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું અને તે સમયે જ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં વર્ષ 2027ની ચૂંટણીમાં કૉંગ્રેસની જીતની વાત કરી હતી અને તે માટે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને કામે લાગવાની હાકલ કરી હતી.
તે સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ જિલ્લા સ્તરે કૉંગ્રેસને મજબૂત બનાવવા માગે છે. જોકે ત્યારબાદ કોઈ હલચલ દેખાઈ ન હતી, પરંતુ આવતીકાલે રાહુલ ગાંધીએ અચાનક ગુજરાત આવવાનો નિર્ણય લીધો છે.
આપણ વાંચો: જૂનાગઢની ભવનાથ તળેટીમાં કોંગ્રેસની તાલીમ શિબિર યોજાશે, રાહુલ ગાંધી રહેશે હાજર
રાહુલ ગાંધી ભણાવશે રાજનીતિના પાઠ
જૂનાગઢમાં કૉંગ્રેસે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માટે તાલીમ શિબિરનું આયોજન કર્યું છે. આગામી ચૂંટણી પહેલા Gujarat Congressને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને રાજનીતીના પાઠ ભણાવશે. અહીં ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમમાં ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે રાહુલ ગાંધી ભાગ લેશે.
મિશન 2027ના નામ હેઠળ અગાઉ પણ આવા વર્કશૉપ કૉંગ્રેસ કરી ચૂકી છે. રાહુલ ગાંધીએ ધરખમ ફેરફાર કરવાની વાત પણ કરી હતી. જિલ્લાધ્યક્ષની પસંદગી કરવા મામલે રાહુલ ગાંધીએ ઘણી મોટી વાતો કરી હતી.
આપણ વાંચો: સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ મોદીને પછાડ્યા, જીજ્ઞેશ મેવાણીનો દાવો કેટલો સાચો?
એક સમયે કૉંગ્રેસમાં જ એવા નેતા છે જે ભાજપની મદદ કરી રહ્યા છે અને લગ્નના ઘોડા અને રેસના ઘોડાને છૂટ્ટા પાડવામાં આવશે વગેરે જેવી વાતો કરનારા રાહુલ ગાંધીએ ત્યારબાદ કંઈ કર્યું ન હતું. રાજકીય વર્તુળોમાં થતી વાતચીત પ્રમાણે પૂર્વ પ્રદેશાધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવા કારણોથી જ નારાજ હતા અને તેમણે રાજીનામું આપી દીધું હતું.
કૉંગ્રેસના ગુજરાતમાં દેખાવની વાત કરીએ તો બે મહિના પહેલા યોજાયેલી બે વિધાનસભા બેઠકોની ચૂંટણી પણ હારી ગઈ હતી. કૉંગ્રેસ માટે વધારે શરમજનક વાત એ હતી કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી ગઈ હતી, પરંતુ કૉંગ્રેસને કડી અને વિસાવદરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગોહિલે રાજીનામું ધરી દીધું હતું. હવે અમિત ચાવડા ગુજરાતનું સૂકાન સંભાળે છે.