….તો રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે છે ગુજરાત? | મુંબઈ સમાચાર
જૂનાગઢ

….તો રાહુલ ગાંધી આવતીકાલે આવી શકે છે ગુજરાત?

જૂનાગઢઃ ગુજરાતમાં કોંગ્રેસ આશરે ત્રણ દાયકાથી સત્તા વિહોણી છે, ત્યારે કોંગ્રેસને બેઠી કરવા હાલ જૂનાગઢમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તાલીમ શિબિર ચાલી રહી છે, જેમાં ભાગ લેવા રાહુલ ગાંધી શુક્રવારે ફરી જૂનાગઢ આવશે તેમ માનવામાં આવે છે.

તેઓ ગુરુવારે જ આવવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ ટેક ઑફ ન કરી શકતાં તેઓ આવ્યા નહોતા. આ પહેલા 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ લગભગ ત્રણ કલાક સુધી કોંગ્રેસ નેતાઓના ક્લાસ લીધા હતા.

આ શિબિરમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશ ગેરહાજર રહ્યા હતા. પુંજાભાઈ વંશ દ્વારા પ્રથમ દિવસે હાજરી આપવામાં આવી હતી. જોકે છેલ્લા આઠ દિવસથી પૂજા વંશ સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો: હવે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ આરોપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા

આ ઉપરાંત, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત પણ ગેરહાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બંને ગેરહાજર પ્રમુખનો બચાવ કર્યો હતો અને સામાજિક કારણોસર બંને હાજરી આપી શક્યા નથી તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું, આ પ્રશિક્ષણ શિબિરમાં અલગ અલગ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા કોઈપણ જાતની ઊંચનીચ કે જાતિના ભેદભાવ રાખ્યા વિના તમામ લોકો માટે કામ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રશિક્ષણ શિબિરના છેલ્લા દિવસે તમામ શહેર અને જિલ્લા પ્રમુખો પોતાના આગામી કાર્યક્રમો અને ગુજરાતના લોકો માટે કોંગ્રેસ પોતાનું વિઝન રજૂ કરશે.

આપણ વાંચો: ECએ લાખો મતદારોના નામ ડિલીટ કર્યા! કથિત ‘વોટ ચોરી’ અંગે રાહુલ ગાંધીના મોટા ઘટસ્ફોટ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી આવ્યા ત્યારે તેમણે કેટલીક મહત્ત્વના સૂચનો કર્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવેલી વાત પર અમલ કરવામાં આવે તો 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને કાંટાની ટક્કર આપી શકે છે.

રાહુલ ગાંધીએ નેતાઓને મતભેદ ભૂલીને મજબૂતીથી કામ કરવાની અપલી કરી હતી. રાહુલ ગાંધીનું પૂરું જોર લોકોને કોંગ્રેસની વિચારધારાથી માહિતગાર કરાવવા પર હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી. જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button