જુનાગઢમાં લગ્નપ્રસંગમાં આરોપીને પકડવા પહોંચી પોલીસ; PI સહિત પોલીસ ટીમ પર હુમલો…
![police team attacked in junagadh](/wp-content/uploads/2025/02/junagadh-police-attack.jpg)
જૂનાગઢ: જૂનાગઢમાં એક બુટલેગરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો કરાયો છે. જુનાગઢ નજીકના પાદરીયા ગામમાં નાસતા-ફરતા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગર અને તેના 8 સાગરિતોએ હુમલો કર્યો હતો.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો કરાયો છે. જુનાગઢ નજીકના પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં નાસતા-ફરતા આરોપી લખન મેરુ ચાવડાને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપી લખન અને તેના 8 સાગરિતોએ હુમલો કર્યો હતો.
લગ્ન પ્રસંગમાં ધરપકડ કરવા પહોંચી પોલીસ
મળતી વિગતો અનુસાર પોલીસની ટીમે લગ્ન પ્રસંગમાં હાજર રહેલા લખન મેરુને પકડવા માટે રાત્રે 11 વાગ્યા આસપાસ ખેતરને ચારે બાજુથી ઘેરી લીધું હતું. આ દરમિયાન પીઆઈએ લખન મેરુને સ્ટેજની પાછળની બાજુથી પકડ્યો હતો. આ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લગ્નમાં હાજર લગભગ આઠ જેટલા લોકોએ પોલીસ ટીમને ઘેરી લીધી હતી.
Also read : “દિલ્હીની જીતનો ગુજરાતમાં જશ્ન” CM ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ પાઠવી શુભેચ્છા…
આરોપી નાસી છૂટવામાં સફળ
ત્યારબાદ આરોપીને છોડાવવા માટે આઠ જેટલા લોકોએ પીઆઈ અને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસને માર માર્યો હતો. આ હુમલામાં પીઆઈને જમણી આંગળીના ભાગે ઈજા પહોંચી હતી. જો કે ઝપાઝપી દરમિયાન લખન મેરુ અને તેના અન્ય સાગરીતો ભાગી જવામાં સફળ રહ્યા હતા. હાલ તાલુકા પોલીસ સ્ટેશને આરોપી લખન મેરુ ચાવડા અને અન્ય 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.