ગિરનાર પર્વત પર ખંડિત કરાયેલી ગોરખનાથજીની પ્રતિમાના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ | મુંબઈ સમાચાર
જૂનાગઢ

ગિરનાર પર્વત પર ખંડિત કરાયેલી ગોરખનાથજીની પ્રતિમાના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી. આ ઘટનાના વીડિયો બહાર આવતા સમગ્ર ગુજરાતના સાધુ-સંતો અને ભાવિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. ત્યારે હહવે સાધુ-સંતો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની નવી મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.​

મળતી વિગતો અનુસાર, ગઇકાલે ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી. આ ઘટનાના વીડિયો બહાર આવતા સમગ્ર ગુજરાતના સાધુ-સંતો અને ભાવિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

કડક સજાની માંગણી

આ જઘન્ય કૃત્યને સંતોએ સખત શબ્દોમાં વખોડતા સોમનાથ બાપુ અને ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ સહિતના ધર્મપ્રેમી લોકોએ તંત્ર પાસે માંગણી કરી હતી કે આ અપરાધ કરનાર જે કોઈ પણ હોય, તેને બક્ષવામાં ન આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. આ મામલે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તોડફોડ કરનારાઓએ મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી અને દાનપેટી સહિતની વસ્તુઓને વેરવિખેર કરી નાખી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે:

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી પરમાર, એલસીબી (LCB), અને એસઓજી (SOG) સહિતનો મોટો પોલીસ કાફલો રોપ-વે મારફતે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો…આસ્થા પર ઘાત! ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી જંગલમાં ફેંકી; સાધુ-સંતોમાં ભયંકર રોષ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button