જૂનાગઢમાં હાર બાદ કૉંગ્રેસના ઉમેદવારે ધારણ કર્યો કેસરિયો, વિજય સરઘસ પર પથ્થરમારો…

જૂનાગઢઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાએ હજુ મત ગણતરી ચાલુ છે. આ દરમિયાન જૂનાગઢથી (Junagadh) એક ચોંકવાનારું દ્રશ્ય સામે આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 9નાં કૉંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયાની હાર થઈ હતી. હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં. કૉંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Also read : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાઈ રહ્યો છે
આ ઉપરાંત અનેક જગ્યાએ વિવાદ પણ થયા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસની જીત થઈ હતી. જે બાદ વિજેતા ઉમેદવાર દ્વારા રેલી કાઢવામાં આવી હતી. વિજય સરઘસમાં જેમાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જૂનાગઢમાં ખીલ્યું કમળ
જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી હતી. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી હતી. વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
Also read : થેંક્સ ટુ રોપ-વેઃ અંબાજીના દર્શન હવે લાખો લોકો કરી શકે છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયુ હતું. આ વખતે જૂનાગઢમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ચોરવાડમાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયુ હતું.