મઢડા ગામે માનવ મહેરામણ ઊમટ્યું; આઈ સોનલ માનાં 101 માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી…

જુનાગઢ: જુનાગઢ જિલ્લાના મઢડા ધામ ખાતે સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે સોનલ આઈના 101માં પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મઢડા ખાતે પ્રાતઃ સવારે મંગળા આરતી બાદ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સોનલ બીજ નિમિતે માનવ મહેરામણ ઉમટ્યો હતો.

સોનલ માતાજીનાં 101માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી
આજે કેશોદના મઢડા ખાતે આઈ સોનલ માતાજીનાં 101માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે માતાજીની મંગળા આરતી બાદ સાડા આઠ વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આઈના ભાવિક ભક્તો જોડાયા હતા. સોનલ ધામ ખાતે આરતી અને સમૂહ ભોજન (પ્રસાદ) ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ તેનો લાભ લીધો હતો, બપોરે ત્રણ વાગ્યે સમાજના પરંપરાગત ચારણી રાસનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો : ગુણોત્સવઃ ગુજરાતમાં ૫ વર્ષમાં ૩૫,000થી વધુ શાળાનું એક્રેડિટેશન કરાયું
જન્મોત્સવની બે દિવસ ઉજવણી
માતાજીના 101 માં જન્મમહોત્સવની ઉજવણી નિમિતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, આજે સોનલ માનો 101મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે માત્ર ભારત નહિ વિશ્વના અન્ય દેશોમાં પણ શક્તિ ઉપાસકો ઉજવે છે. આ વર્ષે જન્મોત્સવ બે દિવસનો રાખવામાં આવ્યો છે કારણ કે દરવર્ષે 25 થી 35 હજાર જેટલા ભાવિક ભક્તોનો વધારો થઈ રહ્યો છે. આથી ભાવિકોને સરળતા રહે તે માટે બે દિવસનું આયોજ કરવામાં આવ્યું છે. તેમણે માતાજીની સમાજ સુધારણાની ક્રાંતિકારી પ્રવુતિને યાદ કરી તેના રસ્તે ચાલવા હાકળ કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામની ભૂમિ પર કરણા આપા મોડના વંશજ હમીરઆપા મોડના પત્ની રાણબાઈમાંની કુખે સં. 1980ને તા. 8-1-1924ને પોષ સુદ બીજને મંગળવારે રાત્રે 8.30 કલાકે ભગવતી સોનલનું પ્રાગટ્ય થયું હતું. સોનલ માએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના પ્રવાસો કરીને વ્યસન મુક્તિની ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરી હતી. માતાજીના શિક્ષણ કાર્ય, સમાજ સુધારણા જેવા આવા અનેક કાર્યોથી નાનું એવું મઢડા ગામ દેશ-વિદેશમાં સોનલ ધામ તરીકે વિખ્યાત બન્યું છે.