જૂનાગઢ

ચાર વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં વનકર્મી થયો ઘાયલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે આવેલા નાની મોણપરી ગામના વાડીવિસ્તારમાં એક કાળજું કંપાવે તેવી ઘટના ઘટી હતી. ફરી એક માસૂમ બાળક સિંહણનો ભોગ બન્યું હતું. અહીં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારનો ચાર વર્ષના બાળક સવારે ગૂમ થઈ ગયો હતો. વન વિભાગની ટીમે બાળકને શોધ્યો હતો. જોકે કમનસીબે બાળક મૃત હાલતમાં મળ્યો હતો.

પરિવારને જાણ ન હતી કે બાળકને સિંહણ ક્યારે ઉપાડી ગઈ. બાળક ગૂમ થતા વન વિભાગને જાણ થતા જ વિભાગ દોડી આવ્યો હતો. બાળકની શોધ કરી હતી અને જંગલ વિસ્તાર આસપાસ પરિવાર રહેતો હોવાથી શોધ કરતા બાળક લોહીલૂહાણ અને મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા.

હુમલાખોર સિંહણને ઝડપી પાડવા માટે ખાસ સાસણથી એક ટીમ આવી હતી. ખેડૂતો અને મજૂરો આ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા.બીજ બાજુ વન વિભાગે સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ્ડ કરવાની કોશિશ કરી હતી. તુવેરના ખેતરમાં ગન ગોઠવી હતી, પરંતુ ગન વન વિભાગના એક કર્મીને લાગી જતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

આથી સિંહણને પકડવાનું માંડી વાળી ગંભીર રીતે ઘવાયેલા કર્મીને જૂનાગઢ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જોકે વિસાવદર પંથકમાં આ ઘટના બાદ ભય ફેલાયો છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button