જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેયની પ્રતિમા તોડનારા પકડાય નહીં ત્યાં સુધી લીલી પરિક્રમાનો બહિષ્કાર કરવાની સાધુ-સંતોની ચીમકી

જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલી ટુંક પર ગુરૂ દત્તાત્રેયની પ્રતિમાને ખંડીત કરવાના પ્રકરણમાં હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે પંચ દશનામ અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જુનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યા મુજબ આ ગુરૂ ગોરખનાથની જ ઘટના નથી દેશ વિદેશમાં વસતા સનાતની સંતો માટે આઘાતજનક ઘટના છે. તાત્કાલિક રીતે આરોપીઓને પકડવામાં નહીં આવે તો `ગિરનારની લીલી પરિક્રમા’નો સાધુ સમાજ દ્વારા બહિષ્કાર કરાશે અને દત્ત ચોકમાં ઉપવાસ આંદોલન કરશે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સંગઠનોએ આક્ષેપ કર્યો કે આ કૃત્યથી સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને ઊંડી ઠેસ પહોંચી છે, તેમ છતાં ઘટનાને 48 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં આવા અધર્મીઓની કોઈ ભાળ મળી નથી કે કોઈની ધરપકડ થઈ નથી. સૂત્રોએ જણાવ્યું કે, ગિરનારના પવિત્ર તીર્થ ક્ષેત્રોમાં દર વર્ષે આવી ઘટનાઓ બને છે. ગયા વર્ષે પણ આ જ મહિનામાં આવું બન્યું હતું. જેનાથી હિન્દુ સમાજમાં ગુસ્સો છે. દુઃખની વાત એ છે કે વારંવાર ગુનેગારોને પકડવામાં આવતા નથી કે સજા થતી નથી.
આ પણ વાંચો: ગીર જંગલમાં પરમિટનું કાળું બજાર? 800 રૂપિયાની ટિકિટ 20 હજારમાં વેચાતી હોવાની ફરિયાદ!
યુપીમાં પણ ગોરખપુર, ગીર સોમનાથનું મંદિર આવેલુ છે. આ ત્રણેય જગ્યામાં નાથ સંપ્રદાય શ્રધ્ધા ધરાવે છે. તાત્કાલિક આ નરાધમોની ધરપકડ કરી કોના કહેવાથી આ અધમ કૃત્ય કર્યું તેની તપાસ થવી જોઈએ. આ ઘટનાની સીસીટીવી કેમેરાથી તપાસ થઈ રહી છે. ગિરનાર ગોરખનાથ શિખર પર રવીવારની મોડી રાત્રીન (વહેલી સવારે) મૂર્તિની તોડફોડના હીન કૃત્યમાં રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ કલેકટરને પોન કરી તાકીદે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન અને નાથ સંપ્રદાયના યોગી આદિત્યનાથ પોતે નાથ સંપ્રદાયના હોવાથી તેમણે સમગ્ર પ્રકરણની જાણકારી મેળવી હતી તેમજ તાકીદે આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. કોઈજ સીસીત્તીવી કેમેરા કે અન્યમાં સગડ મળતા ન હોય જેથી સેવકો સાધુ સંતોમાં રોષ-નારાજગી ઉઠવા પામી છે. આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં નિવૃત્ત આરએફઓેને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ, 40 લાખની માંગી હતી ખંડણી…
રવિવારના મૂર્તિનું ખંડન કર્યાના બનાવ બાદ કચ્છમાં આવેલા આશ્રમ ખાતેથી તાત્કાલિક ગોરખનાથજીની મૂર્તિ મંગાવાઈ હતી. બાદ કલેકટર અનીલ રાણાવસીયા, એસપી સુબોધ ઓડેદરા, સંતો, ભાવિકોની હાજરીમાં નુતન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર સહિતની દિવસો સુધી વિધી કરવી પડે છે પણ હાલ કામચલાઉ ધોરણે સ્થાપના કરવામાં આવી છે. વિધિવત રીતે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.