જૂનાગઢની સિવિલ હૉસ્પિટલને વિશેષ સુવિધા સાથે અત્યાધુનિક બનાવવામાં આવશે

અમદાવાદઃ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોના લોકોની બીમારી સમયે સુવિધા માટે અહીંની હૉસ્પિટલને વધારે સજ્જ બનાવવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં રૂ. 100 કરોડના ખર્ચે હૉસ્પિટલમાં નવીન સુવિધાઓ ઊભી કરવાની વાત કરી હતી.
મળતી માહિતી અનુસાર અહીંના 13 ઑપરેશન થિયેટરને અત્યાધુનિક બનાવવામાં આવશે. 7 ઑપરેશન થિયેટરોને રિનોવેટ કરવામાં આવશે. જ્યારે નવા 6 ઑપરેશન થિયેટર ઊભા કરવામાં આવશે. દરદીઓ સાથે મેડિકલ સ્ટુડન્સ પણ આ નવી સુવિધાઓનો લાભ લઈ શકશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાચો: ઈન્દોર બાદ ગાંધીનગર? દૂષિત પાણીને લીધે સિવિલ હૉસ્પિટલમાં બીમાર દરદીઓની લાંબી લાઈન…
આ સાથે અહીં 50 બેડની અલાયદી ક્રિટીકલ કેર યુનીટ શરૂ કરવામાં આવશે. આ સુવિધાને કારણે અકસ્માત કે અન્ય ગંભીર બીમારીના કિસ્સામાં દર્દીઓને રાજકોટ કે અમદાવાદ રિફર કરવાની જરૂરિયાત લગભગ રહેશે નહીં. આ સાથે અહીં નર્સિગ હૉસ્ટેલને પણ મંજૂરી મળી હોય, તેની ડિઝાઈન પણ તૈયાર હોવાનું અને કામ ટૂંક સમયમાં શરૂ થવાનું જાણવા મળ્યું હતું.



