ભાજપના આ જવાહર ને કોઈ રોકો, પાર્ટી નેતાઓના જ કરે છે ચીરહરણ
જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. જવાહર ચાવડા એક પછી એક લેટર બોમ્બના વિસ્ફોટો કરી રહ્યા છે. જવાહર ચાવડાએ ભાજપની સામે તીર-કામઠા તાણ્યા હતા ત્યારે હવે ફરી એકવખત ભાજપ સંગઠનનાં જૂના ઉકેરા કાઢ્યા છે. નરેન્દ્ર મોદીને લખેલા પત્ર બાદ હવે સોશિયલ મીડિયામાં 2019માં તત્કાલિન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલો પત્ર ખૂબ શેર થઈ રહ્યો છે.
જવાહર ચાવડાએ હવે નવો લેટર બોમ્બ ફેંક્યો છે. જવાહર ચાવડાએ લખેલા પત્રમાં 2019ની ચૂંટણીમાં તેમને હરાવવા થયેલા પ્રયત્નોનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે પત્રમાં 2017 અને 2019ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારાઓના નામ સહિત તેમને પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. આ પત્ર હવે પ્રદેશના ભાજપને છોડીને સીધા જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે. પી. નડ્ડાને મોકલવામાં આવ્યો છે.
ગેમઝોન કાંડનું ભૂત હજુ’ય ધૂણશે,રાજકોટમાં મેળા પછી ‘નવરાત્રિ’ માટે નવી SOP:આયોજકોને આવશે ‘અંધારા’!
જવાહર ચાવડાએ લખેલા પત્રમાં આરોપ કર્યો છે કે ભાજપના ઉમેદવાર નીતિન ફળદુને હરાવવા કિરીટ પટેલ અને ખાટરીયાએ કામ કર્યું હતું. આ સિવાય રતિલાલ સુરેજા, એલ.ટી.રાજાણી અને દિનેશ ખટારિયા વિરુદ્ધ પણ આરોપ કરવામાં આવ્યા છે. તેમણે લખ્યું હતું કે, ‘જ્યારે હું 2017માં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડેલ અને જીતેલ ત્યારે તે સમયના અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ પટેલ, રતિભાઈ સુરેજા, એલ.ટી. રાજાણી અને વંથલીના દિનેશભાઈ ખટારીયાએ તે સમયે મારૂં એટલે કે કોંગ્રેસના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કામ કરેલ.
ભાજપના ઉમેદવાર નીતિન ફળદુએ જે તે સમયે ભાજપ સંગઠનને આ બાબતની ફરિયાદ કરી હતી. જો કે દુઃખની વાત એ છે કે 2017 અને 2019ની વિધાનસભા ચૂંટણીઓમાં ઉપરોક્ત લોકોએ ભાજપ વિરોધી કામ કરેલ હોય તો પણ તેઓ જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહ્યા છે. આ પત્રમાં જવાહર ચાવડાએ 2017 અને 2019ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરનારાઓના નામ સહિત તેમને પદ પરથી દૂર કરવાની માંગ કરી છે.