જૂનાગઢમાં પિતાએ સગીર પુત્રીને 5 વર્ષ સુધી પીંખી, પાડોશીએ પણ આચર્યું દુષ્કર્મ

જૂનાગઢઃ શહેરમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો હતો. પિતાએ તેની જ સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી તેણે હિંમત કરી પાડોશીને વાત કરતાં પાડોશી પણ તેને પીંખી હતી. આ મામલો સામે આવતાં જૂનાગઢમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલો અભયમ હેલ્પલાઇન સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું તેમજ પિતા અને પાડોશી બંને સામે ગુનો નોંધ્યો હતો.
શું છે મામલો?
જૂનાગઢમાં રહેતી સગીરાની માતા માનસિક અસ્વસ્થ હતી. પિતાએ એકલતાનો લાભ લઈને 10 વર્ષીય દીકરી પર પહેલીવાર દુષ્કર્મ આચર્યું અને સતત પાંચ વર્ષ સુધી આ ક્રમ ચાલુ રાખ્યો હતો. પીડિતાએ 15 વર્ષની ઉંમરે હિંમત પૂર્વક પાડોશીને વાત જણાવી ત્યારે મદદ કરવાની જગ્યાએ પાડોશીએ પણ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદને આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મામલો ગંભીર હોવાથી સીડબલ્યુસી અધિકારીઓ, મહિલા પોલીસ, સામાજિક કાર્યકર્તા અને સરકારી પંચોની હાજરીમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી અને લોકોએ પિતા પર ફિટકાર વરસાવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં ગત મહિને અસામાજિક તત્વોના કેટલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા? જાણો ડીજીપીએ શું કહ્યું