જૂનાગઢ

Video: જૂનાગઢ ઉપરકોટમાં પણ ચાલ્યું બુલડોઝર, 59 દબાણો તોડી પાડવામાં આવ્યા

જૂનાગઢઃ અમદાવાદના ચંડોળ તળાવ વિસ્તારમાંથી હાલ ગેરકાયદે દબાણો હટાવવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું.

50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી

તંત્ર દ્વારા કડક સુરક્ષાવ વચ્ચે 59 ગેરકાયદે મકાનો તાડીને 16,000 ચોરસ મીટર જટેલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી છે. 10 જેસીબી, 10 ટ્રેક્ટર સહિતના સાધનો સાથે મેગો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં આઠ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા.

આપણ વાંચો:  એપ્રિલમાં જ અમદાવાદ ફેરવાયું અગન ભઠ્ઠીમાં, જાણો દરરોજનું સરેરાશ તાપમાન કેટલું નોંધાયું

જૂનાગઢના એસડીએમ શું બોલ્યા?

જૂનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલે કહ્યું, જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું છે. કુલ 59 દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણ હટાવવા માટે તેમને અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ હટાવ્યા નહોતા. તેથી આજે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. અમે પોલીસના સહયોગથી કાર્ય કરી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button