માંગરોળમાં હૃદયદ્રાવક ઘટના: બાઇક પર જતા દાદા-પૌત્ર પર જર્જરિત મકાનનો કાટમાળ પડતાં બંનેના કરુણ મોત. | મુંબઈ સમાચાર
જૂનાગઢ

માંગરોળમાં હૃદયદ્રાવક ઘટના: બાઇક પર જતા દાદા-પૌત્ર પર જર્જરિત મકાનનો કાટમાળ પડતાં બંનેના કરુણ મોત.

માંગરોળ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં એક દુર્ઘટના સર્જાય હતી. જેમાં શહેરનુ એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મૃત્યુ નિપજ્યું હતુ. મકાન ધરાશાયી થયુ તે દરમિયાન દાદા અને તેમના પૌત્ર બન્ને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.

મળતી વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના માંગરોળના ચા બજાર વિસ્તારમાં આ સર્જાય હતી. શહેરનુ એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયુ હતું. આ સમયે જ રસ્તા પરથી એક દાદા તેમના પૌત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. અને આ દરમિયાન જ જર્જરીત મકાનનો કાટમાળ સીધો તેમના પર પડતાં, બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને તેના કારણે ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તંત્ર દ્વારા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જર્જરિત મકાન ધરાશાયી થયુ હોવાની ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક લોકો તેમજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તંત્ર દ્વારા ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં દાદા અને પૌત્રના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ માંગ કરી હતી એ શહેરમાં આવેલા આવા જર્જરિત મકાનો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે.

આપણ વાંચો:  ખેડામાં ધો. 6માં ભણતી વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી, વાલીઓમાં ચિંતા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button