જૂનાગઢ

ગુજરાતમાં જૂનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો, લોકો નદીમાં ખાબક્યા, કોઈ જાનહાનિ નહી

માંગરોળ : ગુજરાતના વડોદરા પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જૂનાગઢમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી અંગે જુનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં મશીન સાથે અનેક લોકો નદીમાં ખાબક્યા હતા.પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.

કોઈ જાનહાનિ નહી

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજ્યના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના લીધે સમારકામ મશીન સહિત કેટલાક લોકો નીચે નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી.

બ્રિજનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું

તેમજ સવારે આ બ્રિજનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક બ્રિજનો એક સ્લેબ તૂટી પડ્યો હતો. જેના લીધે પુલ પર રહેલું હીટાચી મશીન નીચે ખાબક્યું હતું. આજક ગામે આવેલો બ્રિજ કેશોદને માધવપુર સાથે જોડે છે. આ બ્રિજ પરથી દરરોજ અનેક વાહનો રોજ પસાર થાય છે. જોકે, આ પુલના સ્લેબ પર કેટલાક લોકો પણ ઉભા હતા જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા હતા. પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. તેમજ આ બ્રિજ તૂટી પડતા લોકોમાં ભય ફેલાયો છે.

9 જુલાઈએ ગંભીરા બ્રિજના બે ટુકડા થયા, 20 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, ગત 9 જુલાઈ 2025ના રોજ વડોદરા નજીક મુજપુર અને આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ હતો. આ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે અને હજુ એક મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button