જૂનાગઢ

શિયાળાની શરૂઆત થતા ગિરનાર ચડનારાઓની સંખ્યામાં જબરો વધારો

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનો માહોલ જામ્યો છે. ઠંડીમાં લોકો પર્યટન સ્થળોએ જવાનું વધારે પસંદ કરે છે. નવેમ્બરથી લઈ ફેબ્રુઆરી સુધી વિવિધ સ્થળોએ પર્યટકો મોટી સંખ્યામાં જોવા મળે છે. હાલમાં સહન થાય તેવી ઠંડી હોવાથી લોકો તેની મજા માણી રહ્યા છે ત્યારે પર્યટન માટેના જાણીતા સ્થળ જૂનાગઢના ગિરનાર પર પણ ભારે ભીડ જોવા મળી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ગિરનાર ચડવા માટે સામાન્ય દિવસોમાં રોજના 300થી 400 યાત્રિક આવતા હોય છે, પરંતુ શિયાળાનો માહોલ જામતા રોજના 3000 જેટલા લોકો આવી જાય છે, તેમ સ્થાનિકોએ જમાવ્યું હતું. શનિ-રવિની રજાઓમાં આ આંકડો વધતો જાય છે, તેમ પણ અહીંના લોકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગિરનાર પર હવે રોપ-વે સાથે ‘જળ-વે’! ₹83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી અંબાજી સુધી પહોંચશે

અહીં લોકો સવારે ચાર વાગ્યાથી પર્વત ચડવા આવી જાય છે. ગિરનાર પર જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ તાપમાનનો પારો નીચે જતો હોવાનો અનુભવ થાય છે. અહીં ચાર ડિગ્રી જેટલું પણ તાપમાન ડિસેમ્બર મહિનામાં જોવા મળે છે. ડિસેમ્બરમાં પણ ગિરનાર પર ચડનારા લોકોની સંખ્યામાં ખૂબ વધારે હોય છે.

દરમિયાન આ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધાનુ આયોજન થનાર છે. જે માટે 30 નવેમ્બર છેલ્લી તારીખ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button