
જૂનાગઢ: એશિયાટીક સિંહોના નિવાસસ્થાન એવા ગીર અભ્યારણમાં હવે પ્રવાસીઓને આજથી સિંહોના દર્શન થશે. કારણ કે નેશનલ પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયું છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બંધ રહેતા સાસણગીર સહિતના અભયારણ્યો હવે નિર્ધારિત સમયગાળા કરતા વહેલા પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર સાસણ ગીર અભ્યારણ્યને સિંહ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સિંહોના સંવનનકાળને ધ્યાને લઈને અભ્યારણ્યને સિંહ દર્શન માટે 16 જૂનથી બંધ કરવામાં આવ્યું હતું. ચોમાસું પૂરું થયા બાદ શરૂ થતું અભ્યારણ્ય આ વખતે એક સપ્તાહ વહેલું ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 10 અને 11 ઓકટોબરના રોજ મુલાકાત ગુજરાત મુલાકાતે આવવાના હોય, ત્યારે તેઓ સાસણ ગીર અને સોમનાથની મુલાકાત કરે તેવી સંભાવના છે. જેને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે સિંહ દર્શન એક અઠવાડિયા વહેલા શરૂ થશે.
ત્યારે હવે સાસણ ગીરમાં સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 10 અને 11 ઓકટોબરના રોજ મુલાકાત ગુજરાત મુલાકાતે આવવાના છે, ત્યારે તેઓ સાસણ ગીર અને સોમનાથની મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે સિંહ દર્શન એક અઠવાડિયા વહેલા શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે ગીર નેશનલ પાર્કમાં વર્ષાઋતુનો સમયગાળો એ સિંહો માટેનો સંવનન કાળ હોય જેને લઈને જૂન મહિનાથી 4 મહિના માટે નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, જો કે વનવિભાગના સ્ટાફને જ અંદર જવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા પહેલાં જ જંગલ સફારી શરૂ કરવામાં આવી છે તેમજ તેનો લાભ પ્રવાસીઓને મળી રહેવાનો છે. ચોમાસામાં વન્ય પ્રાણીઓના પ્રજનન કાળ અને જંગલના રસ્તા પર જઈ શકાય તેમ ન હોવાથી પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહે છે.
આ પણ વાંચો…વેકેશન પૂરું! ગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલા શરૂ થશે, જાણો શું છે કારણ?