ગીર સોમનાથમાં વધુ એક ખેડૂત આંદોલનના મંડાણ; જમીન નહિ દેવાની ચીમકી…

અમદાવાદઃ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે નવી ઔધોગિક રેલ્વે લાઇનના વિરોધમાં ખેડૂતોની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ખેડુતોએ જાન દેંગે જમની નહીં દેંગેના નારા સાથે નવી ઔધોગિક રેલ્વે લાઇનનો જબરદસ્ત વિરોધ કર્યો હતો.
ઓદ્યોગિક રેલવે લાઈનનો વિરોધ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે સોમનાથ કોડીનાર છારા નવી ઔધોગિક રેલ્વે લાઇનના વિરોધમાં ખેડૂતોની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ખેડૂતોએ આ નવી ઔધોગિક રેલ્વે લાઇનનો જબરદસ્ત વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : Gujarat Politics: ગુજરાતમાં વધુ એક સમાજે તેમની જ્ઞાતિના વધુ મંત્રી લેવા CMને કરી માગ
આ રેલ્વે લાઇન નું તા.20/01/2019ના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું ત્યારે ખેડૂતોએ 4000 વાંધા અરજીઓ આપી હતી. રેલ્વે મંત્રી, રેલ્વેના જી.એમ. અને જિલ્લા કલેકટર સાથે મીટીંગ કરીને આવેદનપત્ર પાઠવ્યા હતાં.
પ્રોજેક્ટ રદ કરવાની માંગ
ખેડૂતોની માગ હતી કે, આ ઓદ્યોગિક રેલવે લાઈનના સ્થાને વેરાવળથી વાયા તલાલા પ્રાચીથી કોડિનાર સુધી બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે જેનાથી સાસણગીર પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે. ખેડૂતોએ આ નવી ઓદ્યોગિક રેલવે લાઈન રદ કરવાની માગ સાથે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના મતે રેલ્વેના અધીકારીઓ અને સરકાર માત્ર ને માત્ર આ વિસ્તારમા આવેલ મસમોટી ખાનગી કંપનીઓ માટે જ કામ કરી કરી છે. આ નવી રેલ્વેલાઇનમા કોઇપણ પેસેન્જર જવાના નથી. બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતા વિનાના થઈ જવાની શક્યતાઓ છે.
 


