જૂનાગઢમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, નેતાઓ થયા દોડતાં

જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જોકે હજુ સુધી ઉમેદવારો જાહેર થયા નથી. આ દરમિયાન જૂનાગઢમાં સ્થાનિક રહીશોમાં ચૂંટણીને લઈ કચવાટ જોવા મળી રહ્યો છે. શહેરનાં વિવિધ વોર્ડમાંથી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના બેનર લાગ્યા છે. વોર્ડ નંબર 5નાં રહીશોએ કોઈપણ રાજકિય પક્ષોએ મતની ભીખ માંગવા માટે આવવું નહિં તેવા બેનરો મારી અને મતદાનો બહિષ્કાર કરી નોટામાં મત નાખવાની ચીમકી ઉચ્ચારી છે. મતદારોની આવી ચીમકીથી રાજનેતાઓ દોડતાં થઈ ગયા છે.
સ્થાનિકોના કહેવા મુજબ, 25 વર્ષથી જૂનાગઢ મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે. પરંતુ આજદીન સુધી આ વિસ્તારનાં લોકો પાણી, લાઈટ અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાની વંચિત રહ્યાં છે. બીજી તરફ છેલ્લા પાચ થી સાત મહિનાથી રોડ- રસ્તા ખોદેલા પડેલા છે. ચાલીને પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે બાબાતે અનેક વખત લેખીત તથાં મૌખિક રજૂઆતો કરેલી હોવા છતાં આજદિન સુધી કોઈ ફરક્યું નથી. અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી જેથી કરીને અમે નોટામાં મત નાખી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું સર્વાનું મતે નક્કી કર્યું છે. તેમ છતાં જરૂર પડ્યે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અમે મનપાનાં નાગરિકો છીએ અને સરકારી વેરા ભરી રહ્યાં છીએ તેમ છતાં પ્રાથમિક સુવિધા ન મળતાં ચૂંટણી બહિષ્કાર કરીશું
જૂનાગઢમાં કાર્યકારી પ્રમુખ અમિત પટેલના અભિવાદન કાર્યક્રમ વખતે એક કાર્યકરે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી સામે તેમ ટિકિટ વેચો છો તેમ કહીને ભારે હોબાળો મચાવ્યો હતો. પક્ષના બે જૂથ વચ્ચે મારા મારી થાય તેવા સંજોગો ઉભા થતાં મનોજ જોષીએ પોલીસ બોલાવવી પડી હતી.
આ પણ વાંચો…દાહોદ જિલ્લામાં મહિલાએ ભોગવવી પડી તાલિબાની સજા, જાણો શું છે મામલો
ક્યારે થશે મતદાન
ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપ શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે. ગુજરાતમાં 66 પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 2100થી વધુ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.