
જૂનાગઢ: આખરે ક્યારે કરવામાં આવશે જવાબદાર તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.. જેને લઈને અહીં આવતા શિવ ભક્તોને આ માર્ગ પરથી પસાર થવામા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો ધુસ્યોઃ વન વિભાગે બેભાન કરી પાંજરે પૂર્યો
જૂનાગના દોલતપરા વિસ્તારમાંથી ઇન્દ્રેશ્વર મંદિર જવા તરફનો રસ્તો છેલ્લે વર્ષ 2020 બાદ એક પણ વખત સમારકામ કરવામાં નથી આવેલ.. 1 કિલોમીટરથી વધુનો આ માર્ગ છે.. શ્રાવણ માસમાં અહીં જૂનાગઢ સહીત દૂર દૂર થી શિવ ભકતો મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે…ઇન્દ્રેશ્વર મંદિરના મહંત રામદાસ બાપુએ જણાવ્યું હતું કે આ રસ્તાનું સમારકામ સત્વરે થવું જોઈએ.. જેથી અહીં આવતા શિવ ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
આ પણ વાંચો: જૂનાગઢના ભાજપના વિવાદીત સાંસદ ફરી વિવાદમાંઃ પક્ષના જ લોકોને આપી ધમકી
મંદિરના મહંત દ્વારા માંગ કરાઇ હતી કે સત્વરે આ બાબતે તંત્ર દ્વારા નિરાકરણ કરાઇ.. જો કે આ બાબતે મનપા કમિશ્નર ઓમ પ્રકાશનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કઈ પણ હાલ બોલવાનું ટાળ્યું હતું.. મહત્વનું છે કે તાજેતરમાં જ મનપા કમિશનર ઓમ પ્રકાશને જૂનાગઢના વહીવટદાર તરીકે સરકાર દ્વારા નિમાયા છે..ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મંદિર અતિ પ્રાચીન છે અને અહીં જ નરસિંહ મેહતાને પ્રથમ વખત ભગવાને દર્શન આપેલ…