જૂનાગઢની ભવનાથ તળેટીમાં કોંગ્રેસની તાલીમ શિબિર યોજાશે, રાહુલ ગાંધી રહેશે હાજર

જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ કમર કસી છે. કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે શિબિરનું આયોજન કર્યું છે.
ક્યારે યોજાશે શિબિર
જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણા ધામ આશ્રમમાં તારીખ 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે આ શિબિરનો પ્રારંભ કરાશે. રાહુલ ગાંધી પણ એક દિવસ શિબિરમાં હાજરી આપે તેવી શક્યતા છે.

મલ્લિકાર્જુન ખડગે કરાવશે શિબિરનો પ્રારંભ
10મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાશે. ખડગે, સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિતના મહાનુભવો સવારે 10 વાગ્યે કેશોદ એરપોર્ટ પર પધારશે. ત્યારબાદ સાડા અગિયાર વાગ્યે શિબિરનો પ્રારંભ કરાશે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં આણંદમાં યોજાયેલી શિબિરમાં રાહુલ ગાંદીએ ભાગ લીધો હતો અને ભાજપને પડકાર આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને હરાવીશું. આ ઉપરાંત ગંભીરા બ્રિજના પીડિતો સાથે પણ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો…સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ મોદીને પછાડ્યા, જીજ્ઞેશ મેવાણીનો દાવો કેટલો સાચો?