Gujarat માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો આક્ષેપ, ચોરવાડમાં માફિયાઓનું રાજ…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં સરકારને ઘેરી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે, જૂનાગઢના ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ છે, પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ ત્યાંના માફિયા છે. આ ખનીજ માફિયાઓ દર મહિને હપ્તા આપે છે, તેથી કોઈ કાર્યવાહી પણ તેમની સામે કરવામાં આવતી નથી.
તેમણે આ મુદ્દાની ગંભીરતા જણાવ્યું હતું કે, વિધાનસભાના બે માળ જતા રહે એટલા ખાડા ચોરવાડમાં છે. અહીંના સચિવને તમામ જાણકારી હોવા છતાં કોઈ પગલાં ભરતા નથી. હદ તો એ વાતની છે કે આ અધિકારીઓ ધારાસભ્યોનું પણ સાંભળતા નથી તો સામાન્ય માણસનું શું સાંભળશે?
આ પણ વાંચો : અમને કોંગ્રેસ પર વિશ્વાસ….” વિસાવદર બેઠક પર કોંગ્રેસ- આપનાં ગઠબંધન પર બોલ્યા ગોપાલ ઇટાલિયા
સ્થળ પર જ જનતા રેડ પણ પાડીશું
આ ખનીજ માફિયાઓ ડુપ્લીકેટ રોયલ્ટી કાઢીને લોકોને અંધારામાં રાખે છે અને સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવે છે. મેં આ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને અને રૂબરૂ મળીને રજૂઆત કરી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો હવે આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો હું વિધાનસભામાં આંદોલન કરીશ અને જરૂર પડશે તો સ્થળ પર જ જનતા રેડ પણ પાડીશું.