વિસાવદર બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, નીતિન રાણપરિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો | મુંબઈ સમાચાર

વિસાવદર બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, નીતિન રાણપરિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો

ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેથી રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવાદનો નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ દ્વારા પણ આજે વિસાવદર બેઠક પર ઉમેદવાદનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બેઠક માટે કોંગ્રેસે નીતિન રાણપરીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. હવે જોવાનું એ કે વિસાવદર બેઠકના મતદારો કોને પોતાનો મત આપશે તે ચૂંટણી ટાણે જ જાણવા મળશે.

વિસાવદર બેઠક માટે કોંગ્રેસે નીતિન રાણપરીયાની પસંદગી કરી

વિસાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરવામાં આવે તે, બીજેપીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા ભાજપે ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલીયાને મેદાનમાં ઉતાર્યા છે. જેથી વિસાવદર બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ વધારે છે. જેથી પરિણામમાં વળાંક આવે તો કોઈ નવાઈ નથી!

આપણ વાંચો:  આખરે કડી અને વિસાવદર બેઠક પર ભાજપે જાહેર કર્યા પોતાના ઉમેદવાર: જાણો કોને મળી ટિકિટ

કડી અને વિસાવદરમાં ત્રણ પાર્ટીઓ વચ્ચે ત્રિપાંખિયો જંગ

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અને ભાજપે પસંદગીનો કળશ રાજેન્દ્ર ચાવડા પર ઢોળ્યો છે. આ સાથે વિસાવદર બેઠક પર કોંગ્રેસ નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા, ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ આ બેઠકો પર કોણ બાજી મારી જીશે? આ બેઠકો પર કોણ જીતશે આપ આદમી પાર્ટીનો વિશ્વાસ, કોંગ્રેસનો પ્રચાર કે ભાજપનો રણનીતિ? દરેક પાર્ટીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

સંબંધિત લેખો

Back to top button