ગિરનારના અંબાજી મંદિરના મહંત પદ માટે ખેંચતાણ, 18 લોકોએ અરજી કરી | મુંબઈ સમાચાર
જૂનાગઢ

ગિરનારના અંબાજી મંદિરના મહંત પદ માટે ખેંચતાણ, 18 લોકોએ અરજી કરી

જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું દેહ વિલય બાદ અંબાજી મંદિરના મહંત બનવાને લઈને આક્ષેપો અને ખેંચતાણ જોવા મળી હતી. આથી અંતે જિલ્લા કલેકટરે અંબાજી મંદિર, ગુરુદત્તાત્રેય દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ આ ત્રણેય જગ્યાનો હવાલો જુનાગઢ શહેર મામલતદારને સોંપી ત્રણેય જગ્યાનો વહીવટ મામલતદાર દ્વારા હસ્તગત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે આ મંદિરોમાં મહંત અને ટ્રસ્ટીની નિમણૂક કરવા માટે મામલતદાર દ્વારા નિવેદિતા બહાર પાડવામાં આવી હતી તેમાં 18 અરજીઓ મળી હતી. આ ૧૮ અરજીઓ પૈકી ૪ અરજીઓ બાપુના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહંતના અવસાન સમયે જેમણે બળજબરીથી સિક્કા મરાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે.

જે ૧૮ લોકોએ અરજી કરી છે તેમાં જગતગુરુ વિરભદ્રાનંદગીરી ગુરૂ દત્તાત્રેય, ઋષીભારતી મહારાજ, ધવલગીરી નરેન્દ્રગીરી ગૌસ્વામી, મલયગીરી તરૂણગીરી ગૌસ્વામી, કુંદનગીરી અરજણગીરી અપારનાથી, કાંતીગીરી અરજણગીરી અપારનાથી, મહેશગીરી ગુરૂ અમૃતગીરીજી, અરવિંદ ભારથી ગુરુ ઇન્દ્રભારથી, કૈલાશાનંદગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી, રાજેન્દ્રગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી, સાધ્વી મનિષાગીરી જગતગુરુ મહેન્દ્રાનંદગીરી, દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી, થાણાપતી બુધ્ધગીરી ગુરૂ બચુગીરી ઉર્ફે તનસુખગીરી, મહાદેવાનંદગીરી ગુરૂ હરિગીરી, નાના પીરબાવા મહંત હિમાંશુ ગુરૂ ગણપતગીરી, તેજસ રસીકભાઇ ભારથી, હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી તેમજ હિરેન બટુકભાઇ મહેતાના નામનો સમાવેશ થાય છે.

આપણ વાંચો:  રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઈ તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button