જૂનાગઢ

પાંચ મિત્રો ફરવા ગયા ને કાર તળાવમાં પલટી મારી જતા બે ડૂબી ગયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢઃ
જિલ્લાના મેંદરડાના ચાંદ્રાવાડી ગામ નજીક થયેલા એક અકસ્માતમાં બે યુવાને જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય ત્રણ મિત્રને ઈજાઓ થતા હૉસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડાના ચાંદ્રાવાડી ગામમાં એક કાર પસાર થઈ રહી હતી ત્યારે વાહનચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાજુના તળાવમાં ખાબકી હતી, જેમાં બે યુવાન મિત્રએ જીવ ગુમાવ્યા હતા જ્યારે અન્ય ત્રણ મિત્રને ઈજા પહોંચી હતી.

આપણ વાચો: મોરબીમાં ઓનલાઈન જુગારની લતે ચડેલા યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો…

આ કારમાં બગસરાના હડાળા ગામના વતની કિશન લખમણભાઈ કાવાણી અને માંગરોળના ચંદવાણા ગામના મહિપાલ અશોકભાઈ કુબાવત કાર લઈને મિત્રો સાથે ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થતા તળાવમાં ડૂબી જવાને કારણે કિશન અને મહિલપાલના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ત્રણને ઈજાઓ થઈ હતી.

ક્સમાત થતાં જ ત્યાંથી પસાર થતા લોકો મદદે દોડ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બાદ બન્ને તાલુકામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button