જૂનાગઢ

ગિરનારની ગોદમાં જામશે ‘મિની કુંભ’: ભવનાથ મેળાને ભવ્યાતિભવ્ય બનાવવા હર્ષ સંઘવીનો માસ્ટર પ્લાન

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી પર યોજાતા પરંપરાગત જૂનાગઢના (Junagadh) પ્રખ્યાત ભવનાથ મહાશિવરાત્રિ મેળાના (Bhavnath Mahashivratri Fair) સુવ્યવસ્થિત અને ભવ્ય આયોજન માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના (Harsh Sanghavi) અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સાધુ-સંતો, સ્થાનિક પદાધિકારીઓ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતીને સર્વોપરી ગણવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાને ખાસ કરીને આરોગ્ય અને તબીબી સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ અગવડ ન પડે તે માટે દર્શન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા સૂચના આપવામાં આવી હતી.

આપણ વાચો: ર્ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મિનિ કુંભ તરીકે પ્રચલિત અને જેની આસ્થા દેશભરના સાધુસંતોમાં છે તેવા ભવનાથના શિવરાત્રીના મેળાની ઉજવણી મોટાપાયે થાય તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ, સંસ્કૃતિ વિભાગ સહિત તમામ ખાતાઓ સાથે મળીને ભવ્ય આયોજન કરશે.

” સાંસદ સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે, ‘જૂનાગઢનો શિવરાત્રીનો મેળો આખા દેશમાં શિવરાત્રી પર યોજાતો સૌથી મોટો મેળો છે અને આ મેળાને સાધુ સંતોની મર્યાદા અને શિવ ભક્તિને સાથે રાખી રાષ્ટ્રીય સ્તરે કઇ રીતે રજૂ કરવામાં આવે અને મિનિ કુંભ સમાન આ મેળાના ભવ્ય આયોજન અંગે બેઠક કરવામાં આવી હતી.’

મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતના વારસાને ઉજાગર કરવા માટે પણ મંત્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વહીવટી તંત્રને મેળાના સુચારૂ સંચાલન માટે તમામ સ્તરે સંકલન સાધવા આદેશ આપવામાં આવ્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button