ભારતી આશ્રમ લઘુમહંતે ફોન પર ‘મને લઈ જાઓ, ભૂલ થઈ ગઈ’ કહી લોકેશન આપ્યું, પણ ત્યાંથી પણ ગુમ!

જૂનાગઢ: ગઈકાલે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી વહેલી સવારથી ગુમ થઇ ગયા હતા . તેમણે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી અને કથિત રીતે આશ્રમ સાથે સંકળાયેલા લોકો પર આક્ષેપ કર્યા હતા. ત્યારે આ બનાવમાં નવો વળાંક આવ્યો છે અને મહાદેવભારતીએ ટ્રસ્ટીને મોડીરાત્રે ફોન લઈ જવા કહ્યું હતું.
મળતી વિગતો અનુસાર ગઈકાલે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી વહેલી સવારથી ગુમ થઇ ગયા હતા . તેમણે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી અને કથિત રીતે આશ્રમ સાથે સંકળાયેલા લોકો પર આક્ષેપ કર્યા હતા. આ અંગેની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને તેના આધારે ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.

ઘટનાની જાણ કરાયા બાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ આદરી હતી. પોલીસે સંચાલકો તેમજ તેમના નજીકના માણસોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તેમણે ત્રણ પાનાં કરતાં વધુની એક સુસાઇડ નોટ પણ લખી હતી અને જેમાં તેમણે કોઈ અંગત મનદુખ હોવાનું લખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સુસાઇડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે તે અંગે પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહોતી.
ત્યારે હવે આ બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે અને લઘુમહંત મહાદેવભારતીએ મોડીરાત્રીના ટ્રસ્ટીઓને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ. હું ફરી પાછો આશ્રમે આવવા માગું છું.” ફોન આવ્યા બાદ ભારતી આશ્રમના સંચાલકો સેવકોએ આ અંગે પોલીસને જાણ કરી અને પોલીસ તેમજ સેવકગણ તાત્કાલિક જટાશંકર પહોંચ્યું હતું, પરંતુ ત્યાંથી પણ બાપુ ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે વહેલી સવાર સુધી શોધખોળ કરી હતી અને પરંતુ સફળતા મળી નહોતી, અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 3 પાનાની સુસાઇડ નોટ લખી રહસ્યમય રીતે ગાયબ; પોલીસે તપાસ આદરી…



