જૂનાગઢ

જુનાગઢના ઘેડ પંથકમાં વરસાદી નુકસાનનો કૃષિમંત્રીએ મેળવ્યો તાગ

જુનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢમાં પડ્યો છે. આ ચારે જિલ્લાઓમાં સમગ્ર ભારતની સરખામણીમાં વધુ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદને પગલે ઘેડ વિસ્તારમાં ભારે તારાજી સર્જાય છે. આ સ્થિતિમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કેશોદ, માણાવદર પંથકની મુલાકાત લીધી હતી. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં પડેલા અતિભારે વરસાદને લઈને જુનાગઢ, જામનગર, દ્વારકા સહિતના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને સમગ્ર ઘેડ પંથક સહિત અનેક વિસ્તારોમાં તબાહીના દ્દશ્યો સામે આવ્યા હતા. ઘેડમાં ઓઝતના પાણીના લીધે ભારે તબાહી મચાવી હતી. આ સ્થિતિમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કેશોદ, વંથલી અને માણાવદર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો : ઓલિમ્પિક્સ-૨૦૨૪ના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “અમે ‘ચિયર ફોર ભારત’ માટે ઉત્સુક”

કૃષિમંત્રીએ જૂનાગઢમાં ભારે વરસાદના લીધે થયેલ નુકસાન સંદર્ભે ધારાસભ્યો અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદથી જિલ્લામાં થયેલ નુકસાની સંદર્ભે જરુરી ચર્ચા વિચારણા કરી તેના ઉચિત નિરાકરણ માટે પરામર્શ કર્યો. તેમણે માણાવદર તાલુકા પંચાયત ખાતે જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી જિલ્લાના ઘેડ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલા પ્રશ્નોનો ચિત્તાર મેળવ્યો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધીમાં ગુજરાતમાં લાંબાગાળાના સરેરાશની સરખામણીમાં 23 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 67 ટકા વધુ વરસાદ પડ્યો છે, જો કે બીજી બાજુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની ટકાવારીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતના ચાર જિલ્લાઓમાં આખા ભારતની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422%, પોરબંદરમાં 1101%, જુનાગઢમાં 712% જ્યારે જામનગરમાં 512% જેટલો વરસાદ પડવાથી ખૂબ જ ચર્ચામાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button