Top Newsજૂનાગઢ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પાસા હેઠળ ધરપકડ થતા ખળભળાટ…

જૂનાગઢઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પાસા હેઠળ ધરપકડ થતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ જિલ્લા આપ પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા હતો. હરેશ સાવલિયા ગોપાલ ઈટાલિયાના ખાસ છે.

થોડા દિવસ પહેલા એટ્રોસિટી અને છેડતીના કેસમાં જૂનાગઢ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ઉપર અન્ય કેટલાક કેદીઓએ હિંસક હુમલો કર્યો હતો. હરેશ સાવલિયા અને સાગર ચાવડા વચ્ચે સામાજીક બાબતોને લઈને વાતચીત થઈ રહી હતી. જેમાં સમાજ વિરોધી બોલવા બાબતે’ થયેલી ઉગ્ર ચર્ચા મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

સાગર ચાવડા તરફે અન્ય કેટલાક કેદીઓએ આવીને હરેશ સાવલિયાને ધોલ ધપાટ કરવા સાથે માર માર્યો હતો. સામા પક્ષે હરેશ સાવલિયાએ પણ માર માર્યો હોવાની રાવ સાગર ચાવડા અને અન્યોએ કરી હતી. ઇજાગ્રસ્ત કેદીઓને તાત્કાલિક પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા મારમારીને લઈને સામ સામી ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય કારણોસર પણ હરેશ સાવલિયા વિવાદમાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલીયા સહિત તેમના સાથીઓ પર ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવા અને દાદાગીરી કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા. આ મામલે માંડાવડ મગફળી કેન્દ્રમાં થયેલી ઘટનાના સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button