જૂનાગઢ

માંગરોળમાં એક સાથે દસ લોકો અને વીસ પશુઓને કરડી ગયો એક શ્વાન…

અમદાવાદઃ દેશભરમાં રખડતા શ્વાન જોખમી બની રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ફરી શ્વાનના આંતકનો ભોગ સ્થાનિકો અને પશુઓ બન્યા હતા.

માંગરોળ તાલુકાના ભાટ ગામમાં રસ્તે રખડતા શ્વાને દસ લોકોને કરડી ખાધા છે. મોટેભાગે વૃદ્ધો પર શ્વાને હુમલો કરતા તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ રીતે શ્વાન ગમે તેને શિકાર બનાવતો હોવાથી સ્થાનિકોમાં ફફડાટ છે. બાળકોને પણ બહાર માોકલતા માતા-પિતાને ડર લાગે છે.

આ અંગે મળતી માહિતી અનુસાર શ્વાન હડકાયો હોય તેમ લાગી રહ્યું છે. તેણે અમુક લોકોને એવાં બચકાં ભર્યા છે કે તેમને સારવાર માટે જૂનાગઢ મોકલવાની ફરજ પડી છે. ગામમાં શ્વાન કરડે એટવે 108 બોલાવવામાં આવે છે અને તેમને માંગરોળ લઈ જવામાં આવે છે, જયારે અમુકને જૂનાગઢ લઈ જવાની ફરજ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ શ્વાન વીસ જેટલા પશુઓને પણ કરડ્યો હતો.

જોકે માંગરોળની સરકારી હૉસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓ અને ઈન્જેક્શન ઉપલબ્ધ છે, પરંતુ અમુક લોકોને વધુ ઈજા હોવાથી ખાસ સારવાર માટે જૂનાગઢ મોકલવામાં આવતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button