
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. સુરત બાદ જામનગર માટે પણ બજેટમાં જાહેરાત થઈ હતી. જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર બનશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે.
બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, .હું ત્રણ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓનું અપગ્રેડેશન કરવામાં આવશે અને વધુ કુશળ વ્યક્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જામનગર ખાતે આવેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને પણ અપગ્રેડ કરવામાં આવશે.
સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોર
સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સુરતની કનેક્ટિવિટી વધારશે. આ કોરિડોરથી ગુજરાતને મોટો ફાયદો થશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે કાર્ગોની ઈકો ફ્રેન્ડલી અવરજવરને પ્રોત્સાહન આપવા માટે, પૂર્વમાં દાનકુનીને પશ્ચિમમાં સુરત સાથે જોડતા નવા સમર્પિત માલવાહક કોરિડોર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આગામી 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશામાં નેશનલ વોટરવે-5 થી થશે.
આ પણ વાંચો…Budget 2026: સીતારમણે 20 નવા નેશનલ વોટરવેઝ અને સીપ્લેન સર્વિસની જાહેરાત કરી…



