જામનગર

જામનગરમાં ટ્રાફિક પોલીસને કારચાલકે દસ મીટર સુધી ઢસડ્યો…

અમદાવાદઃ જામનગરમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના એક જવાનને એક કારચાલકે ઠોકર મારી અને પછી તેને દસ મીટર સુધી ઢસડયો હોવાનો ગંભીર કિસ્સો બન્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાહનચાલકે રસ્તામાં અયોગ્ય રીતે કાર પાર્ક કરી હતી. 22 વર્ષન જીલ બગડા નામના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા યુવાને તેન કાર સાઈડમાં પાર્ક કરવા કહ્યું હતું. જવાનની વાત સાંભળી કારચાલક પહેલા કારની બહાર નીકળ્યો અને પછી કાર અચાનક ચાલુ કરી જવાનને હડફેટે લઈ તેને દસેક મીટર ઢસડી નાસી ગયો હતો.

સારવાર બાદ કારચાલક સામે ફરિયાદ દાખલ થતા તેની કાર કબ્જે કરવામાં આવી હતી અને તેને નોટિસ પાઠવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button