જામનગરમાં રખડતાં પશુએ લીધો વૃદ્ધાનો ભોગ; શિંગડે ચડાવી રોડ પર પટકતા મોત…

અમદાવાદ: જામનગરમાં એક રખડતાં પશુએ વૃદ્ધાનો ભોગ લીધો છે. રખડતાં પશુએ વૃદ્ધાને શિંગડે લઈને રોડ પર પટક્યા હતા. આ આ ઘટનામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને વૃદ્ધાને દવાખાને સારવાર અર્થે ખસેડયા હતા પરંતુ ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
Also read : સૌરાષ્ટ્રના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ધાટન
65 વર્ષીય વૃદ્ધા બન્યા ભોગ
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર શહેરમાં રખડતાં પશુએ એક મહિલાને શિંગડે લીધા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર કલ્યાણી એપાર્ટમેન્ટમાં રહેતાં 65 વર્ષીય શોભનાબેન જેવરસિંહ સોલંકી રોડ પરથી પસાર થઈ રહ્યા હોય તે દરમિયાન રખડતાં પશુએ મહિલાને શિંગડે ચડાવીને રોડ પર પટક્યા હતા.
સારવાર દરમિયાન મૃત્યુ
ઘટના બાદ નજીકના લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોય સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી એ હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Also read : સ્કૂલ પ્રિન્સિપાલે બાળકને ઢોરમાર માર્યોઃ પોલીસે નોંધી ફરિયાદ
લોકોમાં તંત્રની સામે રોષ
શહેરમાં રસ્તે રખડતાં પશુઓના કારણે વધુ એક વ્યક્તિના જીવનો ભોગ લેવાયો હોય સ્થાનિકોમાં તંત્રની સામે ખૂબ જ રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોમાં તંત્ર દ્વારા રસ્તે રખડતાં પશુઓની સમસ્યાના નિવારણ માટે નક્કર પગલાં લેવામાં અવે તેવી માંગ કરવામાં આવી રહી છે.